મનુષ્ય જન્મ લઇ જીવ માયામાં રચ્યો-પચ્યો રહે છે, ભગવદીય સૂરદાસજી કહે છે, કે આત્માનું કલ્યાણ કરવું હોય તો શ્રીઠાકોરજી (પ્રભુ) તથા શ્રીમહાપ્રભુ (ગુરુદેવ)ના શરણે જવાનું કહે છે. પાટડીઆ પરિવાર દ્વારા પરમ ભગવદીય વૈષ્ણવો માટે પુષ્ટિમાર્ગીય ધોળપદનો કીર્તન સંપુટ આપની સમક્ષ મુકવાનો એક નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. જગદ્દગુરુ શ્રીમદ્દ વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ " શુદ્ધાદ્વૈત ભક્તિમાર્ગ " કે જેને સકળ વિશ્વ "પુષ્ટિમાર્ગ" તરીકે ઓળખે છે, તે માર્ગની સ્થાપના કરી . આ પુષ્ટિમાર્ગ માં પૂર્ણબ્રહ્મ શ્રીકૃષ્ણના બાલસ્વરૂપ ની સેવા થાય છે. આ માર્ગમાં રાગ-ભોગ-શૃંગાર ની સાથે મંગળાથી લઇ શયન સુધીની અષ્ટ દર્શન ના અષ્ટ સમયની સેવા થાય છે.જેમાંનો પહેલો પ્રકાર એટલેકે " રાગ ". રાગ એટલે કીર્તન ભક્તિ , જે સમય અને ઋતુ પ્રમાણે શાસ્ત્રીય રાગોમાં ,ધૃપદ અને ધમાર ના મુખ્ય તાલ સાથે વાદયસંગત કરી ગાવામાં આવે છે. મુખ્યત્વે આ કીર્તનો ની રચના સંસ્કૃત અને વ્રજ ભાષામાં હોય છે.પુષ્ટિમાર્ગના અભ્યાસુ વૈષ્ણવો દ્વારા કર્ણપ્રિય અને મીઠડી રચનાઓ દ્વારા વાતાવરણ વધુ પુલકિત અને પવિત્ર બને છે. આજથી ૨૦૦-૩૦૦ વર્ષ પહેલા શ્રી દયારામભાઈ,માધવદાસ અને વલ્લભ જેવા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોને શ્રી ઠાકોરજીની અદભુત લીલા ના પ્રત્યક્ષ દર્શન થયા. પરબ્રહ્મ સાથે એકાકાર થતા તેઓએ તેઓના સ્વમુખે શ્રી ઠાકોરજીની લીલાનું વર્ણન સરળતાથી મનુષ્ય માત્ર ગાઈ શકે એ રીતે " લોકભાષા' માં કર્યું,લેખન ની સાથે સાથે દરેક ધોળપદ ને સ્વરબદ્ધ પણ લોકસંગીત અને શાસ્ત્રીય રાગોના સમિશ્રણથી લોકભોગ્ય શૈલી માં કર્યા.આ ધોળપદ સંપ્રદાયમાં અતિશય લોકપ્રિય થયા. અહીં પ્રસ્તુત ધોળપદ રચનાઓને , પુષ્ટિમાર્ગીય પારંપરિક શૈલીમાંજ ગવડાવવાનો અમોએ નમ્ર પ્રયાસ કર્યો છે. દરેક રચનાઓ પ્રમાણે તેની મહત્વતા અંગે અહીં અમો જણાવતા રહીશું. જય શ્રી કૃષ્ણ © સર્વ હક્કો પાટડીઆ પરિવાર ને સ્વાધીન .