Loading home…
વારસાને વધાવવાનું કામ તમારું, તો વારસો વિસ્તારવાનું કામ અમારું. વારસો ૧ ને તમે વ્હાલપૂર્વક માણ્યો અને ઘેર ઘેર પહોંચાડ્યો. ગુજરાતનાં આ જ સાંગીતિક અને સાંસ્કૃતિક વારસાને આગળ વધારવા પ્રિયા સરૈયા અને તેમની ટીમ પ્રસ્તુત કરે છે વારસો ૨… વારસો ૨ ને પણ આપ સૌ અપાર સ્નેહ આપી વધાવી લેજો અને આપણી ગુજરાતી લોકકલાને આધુનિક માધ્યમો થકી વિશ્વ ફલક પર ગૂંજતી રાખવામાં અમારો સાથ આપજો. વારસો ૨ ને જે કલાકારોએ જળહળતો બનાવ્યો છે તે છે ઐશ્વર્યા જોષી, આદિત્ય ગઢવી, આમીર મીર, ધર્મેશ બારોટ, જાનવી શ્રીમાંકર, વિપુલ બારોટ અને પ્રિયા સરૈયા.