એકેય ચોપડી ના ભણેલ ગીર નો ચારણ ડોલાવે છે આખા ગુજરાત ને ડાયરામાં.હજુય ભેસો ચરાવે છે ગીર માં આજ ના સમયમાં છેલ્લા ઘણાં ટાઇમ પછી પાછું હવે પહેલાની જેમ ડાયરાએ સ્થાન પાછું લીધું છે, ત્યારે ઘણા બધા કલાકારો આજે ડાયરાના દમ ઉપર દેશ વિદેશમાં પ્રખ્યાત થયા છે. જેમાં તેઓ ખુબજ ખ્યાતનામ થયા છે, યુવાન ઉંમરમાં તેમનો બુલંદકંઠ અને બોલવાની છટાથી આજે તેમના હજારો પ્રશંસકો છે. ગીરના લીલાપાણી નેસમાંથી આવનાર રાજભા ગઢવી ભણેલા નથી. એ છતાં પણ કોઇ પ્રખર લોકસાહિત્યકારને શોભે તેવી તેમની બોલી અને ગાયનશૈલીએ ગુજરાતમાં ઘણી જ ખ્યાતિ મેળવી છે. અભણ હોવા છતાં તેમણે ઘણા ગીતોની પણ રચના કરી છે. ચારણ કુટુંબમાંથી આવતા રાજભા ગઢવીના લોકડાયરામાં જનમેદની પણ ખાસ્સી જોવા મળે છે. બુલંદ ગાયકી અને દેશદાઝની વાતો -રાજભા ગઢવીનો જન્મ તુલસીશ્યામ નજીક આવેલ બાણેજ પાસેના લીલાપાણી નેસમાં થયેલો. રાજભા ગઢવી પાસે કોઇ શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન નથી પણ તે સૌરાષ્ટ્રની લોકશૈલી અને લોકબોલીના ગીતો, છંદ, સપારખાં પ્રભાવી રીતે ગાઇ શકે છે. લોકસાહિત્ય એ સામાન્ય જનતાના દિલને સ્પર્શ કરતું સાહિત્ય છે. રાજભા આવા ગીતો ગાય ત્યારે લોકોની પુષ્કળ વાહવાહી મેળવી શકે છે. લોકડાયરામાં તેમની વાતો દેશદાઝની લાગણીયુક્ત હોય છે. ધર્મ, સંસ્કારિતા અને લોકસંસ્કૃતિની વાતો તેમની પહેલી પસંદ છે. હાલાજી અને પટ્ટી ઘોડી, મેરામણજી જાડેજા અને ચારણનો પ્રસંગ,રામવાળા માટે ગીગા બારોટે લખેલ સપારખું જેવી તેમની વીરરસ ભરેલી વાતો આજે ખાસ્સી પ્રસિધ્ધ છે. તેમને કોઇ વ્યસન નથી અને બુલંદ રીતે ગાવાની કળા તેમની આગવી શૈલી છે. ગીરના જંગલોમાં ચારે છે ભેંસો -ભણેલ ના હોવા છતાં તેમના રચેલા કાવ્યો પૂજ્ય મોરારીબાપુને પણ પ્રશંસા કરવા પ્રેરે તેવા છે.